Guj Ziyarat Ameenallah

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلَامُ عَلَیْكَ یَا اَمِیْنَ اللّٰهِ فِیْ اَرْضِهٖ، وَ حُجَّتَهٗ عَلٰی عِبَادِهٖ

અસસલામો અલયક યા અમીનલ્લાહે ફી અરઝેહી વ હુજજતહુ અલા એબાદેહી

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની જમીન ઉપર તેના અમીન અને તેના બંદાઓ ઉપર તેની હુજજત

(* અહીં અમીરૂલ મોઅમેનીન (અ.)ની જગ્યાએ જે ઇમામ (અ.સ.)ની ઝિયારત પઢી રહ્યો હોય તેનું નામ લે)

اَلسَّلَامُ عَلَیْكَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ

અસસલામો અલયક યા અમીરિલ મોઅમેનીન

સલામ થાય આપના ઉપર અય અમીરૂલ મોઅમેનીન (અ.)*

اَشْهَدُ اَنَّكَ جَاهَدْتَ فِی اللّٰهِ حَقَّ جِهَادِهٖ

અશહદો અન્નક જાહદત ફિલ્લાહે હકક જેહાદેહી

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહની રાહમાં એવી રીતે જેહાદ કર્યો કે જેવી રીતે જેહાદ કરવાનો હક છે.

وَ عَمِلْتَ بِكِتَابِهٖ، وَ اتَّبَعْتَ سُنَنَ نَبِیِّهٖ

વ અમિલ્ત બે કેતાબેહી વ અત્તબઅત સોનન નબીય્‍યેહી

અને આપે તેની ક્તિાબ ઉપર અમલ ર્ક્યો અને તેના નબીની સુન્નતની પૈરવી કરી

صَلَّی اللّٰهُ عَلَیْهِ وَ اٰلِهٖ، حَتّٰی دَعَاكَ اللّٰهُ اِلیٰ جِوَارِهٖ

સલ્લલ્લાહો અલયહે વ આલેહી હત્તા દઆકલ્લાહો એલા જેવારેહી

તેમની અને તેમની આલ ઉપર અલ્લાહના દોરૂદ થાય ત્યાં સુધી કે અલ્લાહે આપને પોતાના જવારમાં બોલાવી લીધા

فَقَبَضَكَ اِلَیْهِ بِاِخْتِیَارِهٖ

ફ કબઝક એલયહે બે ઈખતેયારેહી

અને પછી પોતાના ઇખ્તેયારથી આપની રૂહને કબ્ઝ કરી

وَ اَلْزَمَ اَعْدَاۤئَكَ الْحُجَّۃَ، مَعَ مَا لَكَ مِنَ الْحُجَجِ الْبَالِغَۃِ عَلٰی جَمِیْعِ خَلْقِهٖ

વ અલ્ઝમ આઅદાઅકલ હુજજત મઅ મા લક મેનલ હોજજીલ બાલેગતે અલા જમીએ ખલ્કેહી

તેણે તેની તમામ મખ્લુક ઉપર આપના માટે જે કાંઇ સંપૂર્ણ હુજ્જતો છે તેની સાથે આપના દુશ્મનો ઉપર હુજ્જત તમામ કરી

اَللّٰهُمَّ فَاجْعَلْ نَفْسِیْ مُطْمَئِنَّۃً بِقَدَرِكَ

અલ્લાહુમ્મ ફજઅલ નફસી મુત્મઈન્નતન બે કદરેક

અય અલ્લાહ! તું મારા નફસને તારી કદર ઉપર સંતોષી બનાવી દે

رَاضِیَۃً بِقَضَاۤئِكَ، مُوْلَعَۃً بِذِكْرِكَ وَ دُعَاۤئِكَ

રાઝેયતન બે કઝાએક મુલઅતન બે ઝિકરેક વ દોઆએક

અને તારા ફેંસલા ઉપર રાઝી કરી દે, તારા ઝિક્ર અને તારાથી દોઆને મારો શોખ બનાવી દે

مُحِبَّۃً لِصَفْوَۃِ اَوْلِیَاۤئِكَ

મોહીબ્બતન લે સફવતે અવ્લયાએક

તારા ચૂંટી કઢાએલા વલીઓની મોહબ્બત કરનારો બનાવી દે

مَحْبُوْبَۃً فِیْ اَرْضِكَ وَ سَمَاۤئِكَ

મહબુબતન ફી અરઝેક વ સમાએક

તારા આસમાન અને તારી જમીનમાં મેહબુબ બનાવી દે

صَابِرَۃًعَلٰی نُزُوُلِ بَلَاۤئِكَ

સાબેરતન અલા નોઝુલે બલાએક

તારી બલાના નાઝિલ થવા ઉપર સબ્ર કરનારો બનાવી દે

شَاكِرَۃً لِفَوَاضِلِ نَعْمَاۤئِكَ

શાકેરતન લે ફવાઝેલે નઅમાએક

તારી બેહતરીન નેઅમતો ઉપર શુક્ર કરનારો બનાવી દે

ذَاكِرَۃً لِسَوَابِغِ اٰلَاۤئِكَ

ઝાકેરતન લે સવાબેગે આલાએક

તારી તમામ નેઅમતોને યાદ કરનારો બનાવી દે

مُشْتَاقَۃً اِلیٰ فَرْحَتِ لِقَاۤئِكَ

મુશ્તાકતન એલા ફરહતે લે કાએક

તારી મુલાકાતની ખુશીનો શોખ ધરાવનારો બનાવી દે

مُتَزَوِّدَۃً التَّقْوٰی لِیَوْمِ جَزَاۤئِكَ

મોતઝવેદતલ લીત ત્તકવા લે યવમે જઝાએક

તારી જઝાના દિવસની સફર માટે તક્વાનું ભાથું તૈયાર કરનારો બનાવી દે

مُسْتَنَّۃً بِسُنَنِ اَوْلِیَاۤئِكَ

મુસ્તન્નતન બે સોનને અવલેયાએક

તારા અવ્લીયાની સુન્નત ઉપર અમલ કરનારો બનાવી દે

مُفَارِقَۃً لِاَخْلَاقِ اَعْدَاۤئِكَ

મોફારેકતન લે અખલાકે આઅદાએક

તારા દુશ્મનના અખ્લાકથી દૂર રહેનારો બનાવી દે

પછી પોતાના ગાલને કબ્ર ઉપર મૂકે અને પઢે

مَشْغُوْلَۃً عَنِ الدُّنْیَا بِحَمْدِكَ وَ ثَنَاۤئِكَ

મશગુલતન અનિદ દુન્યા બે હમ્હેક વ સનાએક

તારી હમ્દ અને તારા વખાણ થકી દુનિયાથી બેઝાર રહેનારો બનાવી દે

اَللّٰهُمَّ اِنَّ قُلُوْبَ الْمُخْبِتِیْنَ اِلَیْكَ وَالِهَۃٌ

અલ્લાહુમ્મ ઇન્ન કોલુબલ મુખ્યેતીન એલયક વાલેહતુન

અય અલ્લાહ બેશક વિનમ્ર બની જનારાના દીલો તારા તરફ દિગમૂઢ છે.

وَ سُبُلَ الرَّاغِبِیْنَ اِلَیْكَ شَارِعَۃٌ

વ સોબોલર રાગેબીન એલયક શારેઅતુન

અને તારી તરફ રગ્બત ધરાવનારાઓનો રસ્તો ખુલ્લો છે

وَ اَعْلَامَ الْقَاصِدِیْنَ اِلَیْكَ وَاضِحَۃٌ

વ આઅલામલ કાસેદીન એલયક વાઝેહતુન

અને કસ્દ કરનારાઓની નિશાનીઓ તારી નઝદીક સ્પષ્ટ છે

وَ اَفْئِدَۃَ الْعَارِفِیْنَ مِنْكَ فَازِعَۃٌ

વ અફએદતલ આરેફીન મિનક ફાઝેઅતુન

અને મઅરેફત ધરાવનારાઓના દિલો તારાથી ખૌફઝદા છે

وَ اَصْوَاتَ الدَّاعِیْنَ اِلَیْكَ صَاعِدَۃٌ

વ અસવાતદ દાઇન એલયક સાએદતુન

અને દોઆ કરનારાઓની અવાજો તારી બારગાહમાં બલંદ છે

وَ اَبْوَابَ الْاِجَابَۃِ لَهُمْ مُفَتَّحَۃٌ

વ અબ્વાબલ એજાબતે લહુમ મોફતહતુન

અને દોઆની કબુલિય્યતના દરવાજાઓ તેઓના માટે ખુલ્લા છે

وَ دَعْوَۃَ مَنْ نَاجَاكَ مُسْتَجَابَۃٌ

વ દઅવત મન નાજાક મુસ્તજાબતુન

અને જે તારી સાથે મુનાજાત કરે છે તેને કબુલ કરવામાં આવે છે

وَ تَوْبَۃَ مَنْ اَنَابَ اِلَیْكَ مَقْبُوْلَۃٌ

વ તવ્‍બત મન અનાબ એલયક મકબુલતુન

અને જે તારી તરફ પલ્ટે છે તેની તૌબા કબુલીય્યતને પાત્ર છે.

وَ عَبْرَۃَ مَنْ بَكٰی مِنْ خَوْفِكَ مَرْحُوْمَۃٌ

વ અબરત મન બકા મિન ખવ્ફેક મરહુમતુન

અને જે તારા ખૌફના કારણે રડે છે તેના આંસુ મકામે રહેમમાં છે

وَ الْاِغَاثَۃَ لِمَنِ اسْتَغَاثَ بِكَ مَوْجُوْدَۃٌ

વલ એગાસત લે મનિસ તગાસ બેક મવજુદતુન

અને જે તારી બારગાહમાં ફરીયાદ કરે છે તેની માટે ફરિયાદરસી મૌજુદ છે

وَ الْاِعَانَۃَ لِمَنِ اسْتَعَانَ بِكَ مَبْذُوْلَۃٌ

વલ એઆનત લે મનિસ તઆન બેક મબઝુલતુન

અને જેઓ તારાથી મદદ ચાહે છે તેના માટે મદદ હાજર છે

وَ عِدَاتِكَ لِعِبَادِكَ مُنْجَزَۃٌ

વ એદાતેક લે એબાદેક મુનજઝતુન

અને તારા બંદાઓ માટે તારા વાયદાઓને પૂરા કરવામાં આવે છે

وَ زَلَلَ مَنِ اسْتَقَالَكَ مُقَالَۃٌ

વ ઝલલ મનિસ્તકા લક મોકાલતુન

અને જે તારી પાસે ભૂલોની માફી ચાહે છે તેની ભૂલોને માફ કરવામાં આવે છે

وَ اَعْمَالَ الْعَامِلِیْنَ لَدَیْكَ مَحْفُوْظَۃٌ

વ અઅમાલલ આમેલીન લદયક મહફુઝતુન

અને અમલ કરનારાઓના આઅમાલ તારી બારગાહમાં સુરક્ષિત છે

વ અરઝાકલ ખલાએકે મિન લદુનક નાઝેલતુન

وَ اَرْزَاقَكَ اِلَی الْخَلَاۤئِقِ مِنْ لَّدُنْكَ نَازِلَۃٌ

અને તારૂં રિઝક તારી તરફથી તારી મખ્લુક ઉપર નાઝિલ થતું રહે છે

وَ عَوَاۤئِدَ الْمَزِیْدِ اِلَیْھِمْ وَاصِلَۃٌ

વ અવાએદલ મઝીદે એલયહીમ વાસેલતુન

અને તેઓને વધુને વધુ નેઅમતો મળતી રહે છે

وَ ذُنُوْبَ الْمُسْتَغْفِرِیْنَ مَغْفُوْرَۃٌ

વ ઝોનુબલ મુસ્તગફેરીન મગફુરતુન

અને ઈસ્તિગફાર કરનારાઓના ગુનાહો બખ્શાએલા છે

وَ حَوَاۤئِجِ خَلْقِكَ عِنْدَكَ مَقْضِیَّۃٌ

વ હવાએજ ખલકેક ઈનદક મકઝીયતુન

અને તારી મખ્લુકની હાજતો તારી બારગાહમાં પૂરી કરવામાં આવે છે

وَ جَوَاۤئِزَ السَّاۤئِلِیْنَ عِنْدَكَ مُوَفَّرَۃٌ

વ જવાએઝસ સાએલીન ઈનદક મોવફફરતુન

અને તારી પાસે સવાલ કરનારાઓના ઈન્આમો પુષ્કળ છે

وَ عَوَاۤئِدَ الْمَزِیْدِ مُتَوَاْتِرَۃٌ

વ અવાએદલ મઝીદે ઈનદક મોતવાતેરતુન

અને વધારે અતાઓ પણ સતત મળતી રહે છે

وَ مَوَاۤئِدَ الْمُسْتَطْعِمِیْنَ مُعَدَّۃٌ

વ મવાએદલ મુસ્તત એમીન મોઅદ્દતુન

અને ખોરાક તલબ કરનારાઓ માટે ખોરાક તૈયાર છે

وَ مَنَاهِلَ الظِّمَاۤئِ مُتْرَعَۃٌ

વ મનાહેલઝ ઝમાએ મુતરઅતુન

અને તરસ્યાઓ માટે ઝરણું ભરેલું છે

اَللّٰهُمَّ فَاسْتَجِبْ دُعَاۤئِیْ

અલ્લાહુમ્મ ફસ્તજીબ દોઆઈ

અય અલ્લાહ! તું મારી દોઆને કબુલ કરી લે

وَ اقْبَلْ ثَنَاۤئِیْ

વકબલ સનાઈ

અને મારા વખાણને પણ કબુલ કરી લે

وَ اجْمَعْ بَیْنِیْ وَ بَیْنَ اَوْلِیَاۤئِیْ

વજમઅ બયની વ બયન અવલયાઈ

અને મને મારા ચહીતા લોકોની સાથે મેળવી દે

بِحَقِّ مُحَمَّدٍ وَّ عَلِیٍّ

બે હકકે મોહંમ્મદિન વ અલીયિન

હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) ના વાસ્તાથી

وَ فَاطِمَۃَ وَ الْحَسَنِ وَ الْحُسَیْنِ

વ ફાતેમત વલ હસને વલ હુસયને

અને જ. ફાતેમા (સ.અ.), હઝરત હસન (અ.સ.) અને હઝરત હુસૈન (અ.સ.)ના વાસ્તાથી

اِنَّكَ وَلِیُّ نَعْمَاۤئِیْ

ઈન્નક વલીયો નઅમાઈ

બેશક તું મારો વલીએ નેઅમત છો

وَ مُنْتَهٰی مُنَایَ

વ મુન્તહા મોનાય

અને મારી આરઝુઓનો અંત છો

وَ غَایَۃُ رَجَاۤئِیْ، فِیْ مُنْقَلَبِیْ وَ مَثْوَایَ

વ ગાયતો રજાઈ ફી મુન્કલબી વ મસ્વાય

અને આ દુનિયા અને આખેરતમાં તું મારી ઉમ્મીદોની મંઝિલ છો

કામેલુઝ ઝિયારત કિતાબ માં આ ઝિયારત માં નીચેના જુમલાઓ નો વધારો કરેલ છે:

اَنْتَ اِلٰهِیْ وَ سَیَّدِیْ وَ مَوْلَایَ

અનત ઇલાહી વ સય્યદી વ મવલાયા

તું મારો મઅબુદ અને મારો સરદાર અને મારો મૌલા છો

اغْفِرْ لِاَوْلِیَاۤئِنَا

ઇગફિરલે અવલીયાએના

તું અમારા દોસ્તોને બખ્શી આપ

وَ كُفَّ عَنَّا اَعْدَاۤئَنَا

વ કુફફ અન્ના અઅદાઅના

અને અમારાથી અમારા દુશ્મનોને રોકી લે

وَ اشْغَلْهُمْ عَنْ اَذَانَا

વશગલહુમ અન અઝાના

અને અમોને તકલીફ પહોંચાડવાથી તેઓને દૂર રાખ

وَ اَظْهِرْ كَلِمَۃَ الْحَقِّ

વ અઝહીર કલેમતલ હક્કે

અને હકના કલેમાને જાહેર કરી દે

وَ اجْعَلْهَا الْعُلْیَا

વજઅલહલ ઉલયા

અને તેને બલંદ કરી દે

وَ اَدْحِضْ كَلِمَۃَ الْبَاطِلِ

વ અદહીઝ કલેમતલ બાતેલે

અને બાતિલના કલેમાનું ખંડન કરી દે

وَ اجْعَلْهَا السُّفْلیٰ

વજઅલ હસ્‍સુફલા

અને તેને પસ્ત કરી દે

اِنَّكَ عَلٰی كُلِّ شَیْئٍ قَدِیْرٌ

ઈન્‍નક કુલ્‍લે શયઈન કદીરુન

બેશક તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવો છો

Back