بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَ لَا بَنُوْنَ اِلَّا مَنْ اَتَى اللهَ بِقَلْبٍ سَلِيْمٍ
અય અલ્લાહ હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે માલ અને ઔલાદ કાંઈ પણ કામ નહીં આવે, સિવાય તેની કે જે દિલને પાક રાખીને અલ્લાહની બરગાહમાં હાજર થાય
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلٰى يَدَيْهِ يَقُوْلُ يَا لَيْتَنِيْ اتَّخَذْتُ مَعَ الرَّسُوْلِ سَبِيْلًا
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઝાલિમ પોતાના હાથોને બટકા ભરીને કહી રહ્યો હશે કે અય કાશ કે મેં રસૂલની સાથેનો રસ્તો ગ્રહણ (ઇખ્તેયાર) કર્યો હોત તો કેવું સારું થાત !
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِيْمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِيْ وَ الْاَقْدَامِ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ગુનાહગારને પોતાની નિશાનીઓથી ઓળખવામાં આવશે અને તેઓને તેમના વાળ અને પગથી પકડી લેવામાં આવશે,
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَجْزِيْ وَالِدٌ عَنْ وَلَدِهِ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે કોઈ બાપ પોતાની ઔલાદને કામ નહિ આવે
وَ لَا مَوْلُوْدٌ هُوَ جَازٍ عَنْ وَالِدِهِ شَيْئًا اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ
અને કોઈ પણ રીતે ઔલાદ પોતાના બાપને કામ નહિ આવે, બેશક અલ્લાહનો વાયદો હક (સાચ્ચો) છે.
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَنْفَعُ الظَّالِمِيْنَ مَعْذِرَتُهُمْ وَ لَهُمُ اللَّعْنَةُ وَ لَهُمْ سُوۤءُ الدَّارِ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઝાલિમ લોકોનું બહાનુ (માફી માગવું) તેઓને જરાય ફાયદો નહિ પહોંચાડે અને તેઓ માટે લઅનત હશે અને તેઓ માટે બહુ જ ખરાબ ઠેકાણું હશે
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِنَفْسٍ شَيْئًا وَ الْاَمْرُ يَوْمَئِذٍ لِلّٰهِ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે કોઈને પણ એક બીજા માટે જરાય અધિકાર નહીં હોય અને તે દિવસે (પણ) દરેક હુકમો અલ્લાહના જ હશે
وَ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ اَخِيْهِ وَ اُمِّهِ وَ اَبِيْهِ وَ صَاحِبَتِهِ وَ بَنِيْهِ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે ઇન્સાન પોતાના ભાઈ, પોતાની માતા, પોતાના પિતા અને પોતાની પત્નિ તેમજ પોતાની ઔલાદથી ભાગશે
لِكُلِّ امْرِىۤءٍ مِنهُم يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيْهِ
કારણ કે તે દિવસે દરેક વ્યક્તિ પોતાની ચિંતામાં મશગૂલ હશે, જે (ચિંતા) તેમની માટે કાફી છે
وَاَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِيْ مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيْہٖ
અને (અય અલ્લાહ) હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે અઝાબથી બચવા માટે ગુનેહગાર (મુજરિમ) એમ ચાહશે કે પોતાની બદલે પોતાના દિકરાને ફિદા કરે (ઢાલ બનાવે)
وَصَاحِبَتِہٖ وَاَخِيْہٖ وَفَصِيْلَتِهِ الَّتِيْ تُؤْوِيْہٖ وَمَنْ فِي الْاَرْضِ جَميْعًا
અને પોતાની પત્નિને અને પોતાના ભાઈને અને પોતાના નજીકના સગા વ્હાલાઓને (પણ પોતાની બદલે ફિદા કરે) કે જેઓએ તેને આશરો આપ્યો હતો અને (એમ ચાહશે કે) જમીનના દરેક રહેવાવાળાને (પોતાની બદલે ફિદા કરી)
ثُمَّ يُنْجِيْهِ كَلَّا اِنَّهَا لَظٰى نَزَّاعَةً لِلشَّوٰى
પછી પોતે બચી જાય; પણ હરગીઝ, તેવું શક્ય નથી. બેશક તે જહન્નમની આગ છે જે માથાની ચામડીને ઉતારી લેનાર છે
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ المَوْلىٰ وَاَنَا العَبْدُ وَهَلْ يَرْحَمُ العَبْدُ اِلَّا الْمَوْلىٰ،
મારા મૌલા, અય મારા મૌલા, તું મારો મૌલા છે અને હું તારો બંદો છું, તો શું બંદા ઉપર મૌલા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمَالِكُ وَاَنَا الْمَمْلُوْكُ وَهَلْ يَرْحَمُ الْمَمْلُوْكَ اِلَّا الْمَالِكُ
મારા મૌલા, અય મારા મૌલા, તું માલિક છે અને હું તારો ગુલામ છું, તો શું ગુલામ ઉપર માલિક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ العَزِيْزُ وَاَنَا الذَّلِيْلَ وَهَلْ يَرْحَمُ الذَّلِيْلَ اِلَّا الْعَزِيْزُ
મારા મૌલા, અય મારા મૌલા, તું ઇઝ્ઝતનો માલિક છે અને હું ઝલીલ બંદો છું, અને ઝલીલ બંદા ઉપર ઇઝ્ઝતના માલિક સિવાય કોણ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْخَالِقُ وَاَنَا المَخْلُوْقُ وَهَلْ يَرْحَمُ المَخْلُوْقَ اِلَّا الْخَالِقُ
મારા મૌલા, અય મારા મૌલા, તું પૈદા કરનાર છે અને હું પૈદા થયેલો છું, તો શું પૈદા થયેલા ઉપર પૈદા કરનાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْعَظِيْمُ وَاَنَا الْحَقِيْرُ وهَلْ يَرْحَمُ الْحَقِيْرَ اِلَّا الْعَظِيْمُ
મારા મૌલા, અય મારા મૌલા, તું મહાન છે અને હું તુચ્છ, તો શું તુચ્છ ઉપર મહાન સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْقَوِيُّ وَاَنَا الضَّعِيْفُ وَهَلْ يَرْحَمُ الضَّعِيْفَ اِلَّا الْقَوِيُّ
મારા મૌલા, અય મારા મૌલા, તું શક્તિશાળી છે અને હું નબળો છું, તો શું નબળા ઉપર શક્તિશાળી સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَامَوْلَايَ اَنْتَ الْغَنِيُّ وَاَنَا الْفَقِيْرُ وَهَلْ يَرْحَمُ الْفَقِيْرَ اِلَّا الْغَنِيُّ
મારા મૌલા, અય મારા મૌલા, તું સખી છે અને હું ફકીર છું, તો શું ફકીર ઉપર સખી સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمُعْطِيْ وَاَنَا السَّائِلُ وَهَلْ يَرْحَمُ السَّائِلَ اِلَّا الْمُعْطِيْ
મારા મૌલા, અય મારા મૌલા, તું અતા કરવાવાળો છે અને હું માંગવાવાળો છું, તો શું માંગવાવાળો ઉપર અતા કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْحَيُّ وَ اَنَا الْمَيِّتُ وَهَلْ يَرْحَمُ المَيِّتَ اِلَّا الْحَيُّ
મારા મૌલા, અય મારા મૌલા, તું હંમેશા જીવિત છે અને હું મરવાવાળો છું, તો શુ મરવાવાળા ઉપર હંમેશા જીવિત સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْبَاقِيْ وَ اَنَا الْفَانِيْ وَ هَلْ يَرْحَمُ الْفَانِيَ اِلَّا الْبَاقِيْ
મારા મૌલા, અય મારા મૌલા, તું હંમેશા રહેવાવાળો છે અને હું નાબૂદ થનાર છું. તો શુ નાબૂદ થનાર ઉપર હંમેશા રહેવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الدَّائِمُ وَ اَنَا الزَّائِلُ وَهَلْ يَرْحَمُ الزَّائِلَ اِلَّا الدَّائِمُ
મારા મૌલા, અય મારા મૌલા, તું સદા રહેવાવાળો છે અને હું ખત્મ થનાર છું, તો શું ખત્મ થનાર ઉપર સદા રહેવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّازِقُ وَ اَنَا الْمَرْزُوْقُ وَ هَلْ يَرْحَمُ الْمَرْزُوْقَ اِلَّا الرَّازِقُ
મારા મૌલા, અય મારા મૌલા, તું રોઝી આપનાર છે અને હું રોઝી લેનાર છું, તો શું રોઝી લેનાર ઉપર રોઝી આપનાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الجَوَادُ وَ اَنَا الْبَخِيْلُ وهَلْ يَرْحَمُ البَّخِيْلَ اِلَّا الْجَوَادُ
મારા મૌલા અય મારા મૌલા, તું ઉદાર (સખી) છે અને હું કંજુસ છું, તો શું કંજૂસ ઉપર ઉદાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْمُعَافِيْ وَ اَنَا الْمُبْتَلىٰ وَهَلْ يَرْحَمُ المُبْتَلىٰ اِلَّا الْمُعَافِيْ
મારા મૌલા, અય મારા મૌલા, તું સલામતી આપવાવાળો છે અને હું બલામાં ફસાએલો છું, તો શું જે બલામાં ફસાએલો હોય તેની ઉપર સલામતી આપવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الكَبِيْرُ وَ اَنَا الصَّغِيْرُ وَهَلْ يَرْحَمُ الصَّغِيْرَ اِلَّا الْكَبِيْرُ،
મારા મૌલા, અય મારા મૌલા, તું ખુબજ મહાન છે અને હું અત્યંત નાનો બંદો છું, તો શું અત્યંત નાના બંદા ઉપર ખુબજ મહાન સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْهَادِيْ وَ اَنَا الضَّآلُّ وهَلْ يَرْحَمُ الضَّالَ اِلَّا الْهَادِيْ
મારા મૌલા, અય મારા મૌલા, તું હિદાયત કરનાર છે અને હું હિદાયતથી દૂર (ગુમરાહ) થનાર છું, તો શું જે હિદાયતથી દૂર થનાર હોય તેની ઉપર હિદાયત કરનાર સિવાય બીજું કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّحْمٰنُ وَ اَنَا الْمَرْحُوْمُ وَهَلْ يَرْحَمُ الْمَرْحُوْمَ اِلَّا الرَّحْمٰنُ
મારા મૌલા અય મારા મૌલા, તું ખુબજ રહેમ કરવાવાળો છે અને હું રહમતનો તલબગાર છું, તો શું રહમતના તલબગાર ઉપર ખુબજ રહેમ કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ السُّلْطَانُ وَ اَنَا الْمُمْتَحَنُ وَهَلْ يَرْحَمُ المُمْتَحَنَ اِلَّا السُّلْطَانُ
મારા મૌલા, અય મારા મૌલા, તું બાદશાહ છે અને હું ઇમ્તેહાન (પરીક્ષા)માં ઘેરાએલો છું, તો શું ઇમ્તેહાનમાં ઘેરાએલા ઉપર બાદશાહ સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الدَّلِيْلُ وَ اَنَا الْمُتَحَيِّرُ وَهَلْ يَرْحَمُ الْمُتَحَيِّرَ اِلَّا الدَّلِيْلُ
મારા મૌલા, અય મારા મૌલા, તું માર્ગદર્શક છે અને હું બેચેન છું, તો શું બેચેન ઉપર માર્ગદર્શક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
، مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْغَفُوْرُ وَ اَنَا الْمُذْنِبُ وَهَلْ يَرْحَمُ الْمُذْنِبَ اِلَّا الْغَفُوْرُ
મારા મૌલા, અય મારા મૌલા, તું ખુબજ માફ કરવાવાળો છે અને હું ગુનેહગાર છું, તો શું ગુનેહગાર ઉપર ખુબજ માફ કરવાવાળા સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الْغَالِبُ وَ اَنَا الْمَغْلُوْبُ وَهَلْ يَرْحَمُ المَغْلُوْبَ اِلَّا الْغَالِبُ
મારા મૌલા, અય મારા મૌલા, તું ગાલિબ (કુદરત ધરાવનાર) છે અને હું પરાજિત થનાર છું, તો શું પરાજિત થનાર ઉપર ગાલિબ સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ الرَّبُّ وَ اَنَا الْمَرْبُوْبُ وَ هَلْ يَرْحَمُ المَرْبُوْبَ اِلَّا الرَّبُّ
મારા મૌલા, અય મારા મૌલા, તું પાલનહાર છે અને હું પાળવામાં આવ્યો છું, તો શું પાળવામાં આવેલા ઉપર પાલનહાર સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ اَنْتَ المُتَكَبِّرُ وَ اَنَا الْخَاشِعُ وَهَلْ يَرْحَمُ الْخَاشِعَ اِلَّا الْمُتَكَبِّرُ
મારા મૌલા, અય મારા મૌલા, તું મહાનતાનો માલિક છે હું વિનમ્ર છું, તો શું વિનમ્ર ઉપર મહાનતાના માલિક સિવાય બીજુ કોઈ રહેમ કરી શકે ?
مَوْلَايَ يَا مَوْلَايَ ، اِرْحَمْنِيْ بِرَحْمَتِكَ وَارْضَ عَنِّيْ بِجُوْدِكَ وَكَرَمِكَ وَفَضْلِكَ
મારા મૌલા, અય મારા મૌલા, તને તારી રહમતનો વાસ્તો છે કે મારા પર રહેમ કર અને તારી ઉદારતા, તારી રહમત અને તારા ફઝલના વાસ્તાથી મારાથી રાઝી થઇ જા
يَا ذَا الْجُوْدِ وَالْاِحْسَانِ وَالطَّوْلِ وَالْاِمْتِنَانِ ، بِرَحْمَتِكَ يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
અય ઉદારતા, એહસાન, અતા અને મહેરબાનીના માલિક, તને તારી રહમતનો વાસ્તો છે, અય રહેમ કરવા વાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.